January 05, 2011

વહેલી પરોઢે રાત્રીનીં નીરવતામાં...

વહેલી પરોઢે રાત્રીનીં નીરવતામાં કોઈ પનિહારી કૂવા તરફ ચાલી.
"ઓ પ્રિયતમ ! તું ક્યાં" ? મારાંથી પુછાઈ ગયું .
છમછમ કરતાં તેનાં ઝાંઝર તરફ તેણે ઈશારો કર્યો.
કૂવાકાંઠાં ની ભેંકારતા જોઈ હું છળી ઊઠ્યો.
"તું ક્યાં" ? મેં ફરીથી પૂછ્યું.
પનિહારી એ ઘડો કૂવામાં નાંખ્યો.
ને ગરગડી કિચૂડકિચૂડ બોલી ઊઠી.
"ઓ ઠીક !" મને સંતોષ થયો.
ઠંડું શીતળ જળ જાણે કોઈ જોગી ધ્યાનમગ્ન હતો !
"તું ક્યાં" ? મેં પૂછ્યું. છપાક કરીને ઘડો પાણીને સ્પર્શ્યો.
છમછમ...કિચૂડકિચૂડ...છપાક...ને હવે ?
બુડબુડ કહિ તેં જવાબ વાળ્યો !
પછી તો એક પનિહારી આવી, ત્યાં જ બીજી આવી,
ત્રીજી આવી ને આખ્ખો કૂવો કોલાહલથી ઊભરાઈ ગયો !

No comments:

Post a Comment